ગુજરાતનું ગૌરવ...ઈટાલીમાં મોતના મુખમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ ભારત લાવનારા બહાદુર મહિલા પાઈલટ

કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે અને ચીન કરતા પણ હાલ તો જો સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે ઈટાલીમાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાના પ્રચંડ પ્રકોપને ઝેલી રહેલા ઈટાલીમાં જઈને આ ગુજરાતણ પાઈલટ 263 લોકોને મોતના મુખમાંથી હેમખેમ પાછા સ્વદેશ લઈને આવી છે.

ગુજરાતનું ગૌરવ...ઈટાલીમાં મોતના મુખમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ ભારત લાવનારા બહાદુર મહિલા પાઈલટ

અમદાવાદ: કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે અને ચીન કરતા પણ હાલ તો જો સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે ઈટાલીમાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાના પ્રચંડ પ્રકોપને ઝેલી રહેલા ઈટાલીમાં જઈને આ ગુજરાતણ પાઈલટ 263 લોકોને મોતના મુખમાંથી હેમખેમ પાછા સ્વદેશ લઈને આવી છે. સ્વાતિ રાવલના સાહસને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યું છે. સ્વાતિ રાવલ જ્યારે ઈટાલીથી બધાને લઈને હેમખેમ સ્વદેશ પહોંચી તો તે માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ હતી. તેણે સમગ્ર વિશ્વને એવો સંદેશો આપ્યો કે જોખમ ભલે ગમે તેટલે હોય પરંતુ ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે પૂરેપૂરું સજાગ છે, સક્ષમ છે. કાર્યદક્ષ છે. સ્વાતિના મૂળ ગુજરાતની છે અને લગ્ન બિહારમાં થયા છે. 

— Narendra Modi (@narendramodi) March 23, 2020

એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં સ્વાતિ રાવલના પિતાએ કહ્યું કે હું એક ફોરેસ્ટ ઓફિસર રહી ચૂક્યો છું અને દરેક પરિસ્થિતિમાં સરકારી ડ્યૂટી પર હાજર રહ્યો છું અને મને ગર્વ છે કે મારી પુત્રીએ પણ આમ જ  કર્યું, તે નીડર છે. સ્વાતિ મૂળ ભાવનગરની છે. સ્વાતિના લગ્ન બિહારના હાજીપુરના અજીત ભારદ્વાજ સાથે થયા છે. તેને  5 વર્ષનો પુત્ર ચાણક્ય અને દોઢ વર્ષની પુત્રી નંદીની પણ છે. સ્વાતિ એ ટીમની સભ્ય હતી જે ઈટાલીની રાજધાની રોમમાં ફસાયેલા 263 ભારતીયોને બચાવવા માટે ગઈ હતી. 

સ્વાતિના પતિના જણાવ્યાં મુજબ જ્યારે તેમને એર ઈન્ડિયાના સીએમડી તરફથી કોલ આવ્યો કે તમારે ઈટાલી જવાનું છે તો તેમણે એ જાણતા હોવા છતાં કે ત્યાંથી આવ્યાં પછી આઈસોલેશનમાં રહેવું પડશે, તરત હા પાડી દીધી હતી. એર ઈન્ડિયાના બે પાઈલટ રોમ ગયા હતાં. પરંતુ ત્યાંથી 263 ભારતીયોને રોમ એરપોર્ટથી ભારત પાછા લાવવાની જવાબદારી સ્વાતિ રાવલે નીભાવી. બાળપણથી જ મેઘાવી એવી સ્વાતિએ વર્ષ 2002માં ઈન્દિરા ગાંધી ઉડ્ડયન એકેડેમી તરફથી આયોજિત લેખિત પરીક્ષામાં ટોપ કર્યું હતું. 

જુઓ LIVE TV

ગુજરાતના ભાવનગરની સ્વાતિના લગ્ન હાજીપુરના દિગ્ધી પશ્ચિમમાં રહેતા અજીતકુમાર સાથે થયા હતાં. એક હિન્દી અખબારને આપેલા નિવેદન મુજબ અજીતકુમારે કહ્યું કે દિલ્હીમાં નોકરી દરમિયાન તેમની મુલાકાત એપ્રિલ 2013માં થઈ હતી. પ્રેમ થયો અને પરિવારની મંજૂરીથી વિવાહના બંધનમાં બંધાયા. દિલ્હીમાં જ તેમનો એક્સપોર્ટ ઈમ્પોર્ટનો બિઝનેસ છે. હાજીપુર અવરજવર રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news